
ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરે “રાષ્ટ્રીય ગણિત દિવસ” ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ ભારતના મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. જેમણે ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન આપ્યું છે. ગણિતના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ, ભારત સરકારે તેમના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય ગણિત દિવસ પર ચાલો, જાણીએ કે ગણિતશાસ્ત્રી રામાનુજન કોણ હતા. તેમણે ગણિતના ક્ષેત્રમાં કેવી રીતે સ્થાન પ્રાપ્ત કર્યું.
શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ તમિલનાડુના ઇરોડમાં થયો હતો. બાળપણથી જ તેમને ગણિત પ્રત્યે ઘણો લગાવ હતો. રામાનુજન ગણિતમાં સારા નંબરો લાવતા હતા. ગણિતમાં જેટલો રસ હતો તેટલો અન્ય વિષયોમાં ન હોતો. તે ગણિત સિવાયના અન્ય વિષયોમાં એટલા નબળા હતા કે તે નાપાસ થતા હતા. પરંતુ તેમને ગણિત સાથે એટલો બધો પ્રેમ હતો કે, તેણે આ વિષયમાં એક અલગ જ ઓળખ બનાવી. આ પછી તેને વધુ અભ્યાસ માટે શાળાઓમાંથી શિષ્યવૃત્તિ મળવા લાગી. માત્ર 12 વર્ષમાં તેણે ત્રિકોણમિતિમાં (trigonometry) મહારત મેળવી લીધી .
13 વર્ષની ઉંમરે તેઓ લંડન યુનિવર્સિટીના પ્રોફેસર એસ. એલ. લોનીનું ત્રિકોણમિતિ પરનું વિશ્વ વિખ્યાત પુસ્તક વાંચીને તેમણે પોતાનો ગાણિતિક સિદ્ધાંત બનાવ્યો. તેમણે કોઈની મદદ વિના ખૂબ જ નાની ઉંમરે ઘણા પ્રમેયની રચના કરી. આ વિશેષ યોગદાન માટે ભારત સરકારે તેમને અનેક સન્માનોથી સન્માનિત કર્યા. આ પછી તેમણે ઘણા નવા ગાણિતિક સૂત્રો લખ્યા.
શ્રીનિવાસ રામાનુજનનું 26 એપ્રિલ 1920 ના રોજ ખૂબ જ નાની ઉંમરે (32 વર્ષ) ટીબી રોગને કારણે અવસાન થયું. 26 ફેબ્રુઆરી 2012 ના રોજ, તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે મદ્રાસ યુનિવર્સિટીમાં ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની 125 મી જન્મજયંતિની ઉજવણીના ઉદ્દઘાટન સમારોહ દરમિયાન 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસની જાહેરાત કરી ધો:- 8 અને 9 નાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ગણિત વિષય આધારિત ગણિતનાં મોડેલ બનાવવામાં આવ્યા. તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રથમ, દ્વિતીય, તૃતિય ક્રમ આપવામાં આવેલ હતો. આ કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણીની આગેવાની નીચે તેમજ શાળાનાં ઉપાચાર્યશ્રી કિશોરભાઈ તેમજ ધારાબહેનનાં માર્ગદર્શન નીચે તેમજ બાળકોને તૈયાર કરવામાં શાળાનાં ગણિતના શિક્ષક રવિભાઈ કાચરિયા તથા વેગડ કેવિનભાઈ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને શાળાના આચાર્યશ્રીએ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.