1987 થી દર વર્ષે, મહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી સી.વી.રામનના સન્માન માટે 28 મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. સી.વી.રામન જેમને તેમની રામન અસરની શોધમાટેનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. 1986 માં, નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC) એ ભારત સરકારને 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 1987થી, આ દિવસ રામન અસરની શોધની યાદમાં અને દેશમાં નવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.
આજ રોજ 28/02/2024, બુધવારનાં રોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિધાભવનમા ‘National Science Day’ ઉજવવામાં આવેલ તેમાં ધો:- 8, 9 અને 11ના વિધાર્થીઓ દ્વારા વિજ્ઞાનના જાદુઈ અને ચમત્કારિક પ્રયોગો રજુ કરવામાં આવ્યા હતા. અને તેના દ્વારા અન્ય વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપ્યું હતું. જેમાં પ્રથમ, દ્રિતીય, તૃતીય નંબર આપવામાં આવેલ. આ કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણીની આગેવાની નીચે તેમજ શાળાનાં ઉપાચાર્ય શ્રી કિશોરભાઈ તેમજ ધારાબહેનનાં માર્ગદર્શન નીચે તેમજ બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા. શાળાનાં શિક્ષક ભરતભાઈ વિરાણી, કેયુરભાઈ માલવિયા, ગૌરવભાઈ લુખી અને સંતોષભાઈ સલિયાએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા શુભેચ્છાઓ પાઠવી હતી.