ગજેરા વિદ્યાભવન કતારગામની વિદ્યાર્થીનીઓ 6 ગુજરાત ગર્લ્સ બટાલીયન NCC કેમ્પ માટે રાજપીપળા મુકામે તા.04-08-2023 થી 13-08-2023 સુધી 10 દિવસ માટે 23 વિદ્યાર્થીનીઓ ગઈ હતી. આ કેમ્પમાં 10 દિવસ સુધી રહીને જીવનશૈલીતથા જરૂરી ટ્રેનિંગ મેળવી હતી જેમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા થઈ હતી તે ઉપરાંત રાઈફલ શુટીંગ, ટ્રેકિંગ તથા થિયરીકલ વિષયોની પણ સમજ આપવામાં આવી હતી. બાળકોમાં ટ્રેનિંગ બાદ ખૂબ જ અસરકારક ફેરફારો જોવા મળ્યો હતો આજરોજ શાળામાં કેમ્પમાંથી આવેલ વિદ્યાર્થીનીઓનો પ્રતિભાવ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં છોકરીઓએ પોતાનાં NCC કેમ્પ વિશેનાં પ્રતિભાવો રજૂ કર્યા હતાં. જેમાં કેમ્પમાં કઈ કઈ બાબતો શીખ્યા અને કોઈપણ પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરી શકાય તેની ટ્રેનિંગ મેળવી હતી. બાળકો પાસે ટ્રેકિંગ કેમ્પ, રાઈફલ શુટીંગ, યોગા, રમત-ગમત જેવી વિવિધ પ્રવૃતિઓ પણ કરવામાં આવી હતી. સાચા અર્થમાં NCC શું છે તે અંગેની સમજ આ કેમ્પની સફળતા બદલ શાળા પરિવાર, શાળાનાં આચાર્યશ્રી અને ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
Post Views: 123