Sports Meet – 2024

“ના હારના જરૂરી હૈ, ના જીતના જરૂરી હૈ,
જિંદગી એક ખેલ હૈ, ઉસે ખેલના જરૂરી હૈ”

દરેકના જીવનમાં રમત ગમતનું મહત્વ અમૂલ્ય છે. અને તેનાથી ઘણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય લાભ થાય છે. રમત ગમત સારી રીતે સંતુલિત, માનસિક અને શારીરિક વિકાસ તરફ દોરી જાય છે અને સ્નાયુઓ અને હાડકાને મજબૂત બનાવે છે.

વિકસતા બાળકો માટે તેમના શરીર અને મનના વિકાસમાં રમત ગમત ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તે તેમના શૈક્ષણિક સ્તરને સુધારવામાં પણ મદદ કરે છે અને બાળકને સચેત બનાવે છે. આવશ્યક જીવન કૌશલ્ય વિકસાવવામાં રમત ગમત પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રમતગમતમાં ભાગીદારી આપણને શિસ્ત, ટીમ, વર્ક, દ્રઢતા અને ધ્યેય વગેરે મૂલ્યો શીખવે છે.

રમત એક વધતા બાળકોના શરીરની જરૂરિયાત છે. રમતમાં બાળક નવા જ્ઞાન, કુશળતા પ્રાપ્ત કરે છે. રમતો તેમના દ્રષ્ટિકોણ, યાદશક્તિ, વિચારસરણી, સર્જનાત્મક અને વિવિધ ક્ષમતાઓના વિકાસમાં ફાળો આપે છે.

બાળકોમાં રમત-ગમત દ્વારા મિત્રતા અને એકતા ની ભાવનાને પ્રોત્સાહન મળે છે. બાળકોમાં  નીડરતા, સાહસિકતા, જૂથકાર્ય, હાર-જીત, રમુજી જેવા ગુણોનો વિકાસ થાય એ હેતુથી અમારા બાલભવનમાં સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યની સફળતા અને રમત ની સિદ્ધિ માટે સ્પોર્ટ્સ વિકની શરૂઆત માર્ચ પાસ દ્વારા કરવામાં આવી અને બાળકોએ મોટીવેશન ડાન્સ દ્વારા બધા બાળકોને પ્રોત્સાહિત કર્યા.

शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा 
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते 

ત્યારબાદ પ્લે ગ્રુપ, નર્સરી, જુ.કેજી અને બાલવાટિકાના બાળકોને જુદી જુદી રમતો રમાડવામાં આવી હતી. જેમાં બધા જ બાળકોએ ખૂબ જ સારી ભાગ લીધો હતો.

માતા-પિતા અને શિક્ષકનું વર્તન વ્યવહાર બાળક માટે દર્પણની ગરજ સારી છે માતા-પિતા પોતાના બાળકને પ્રેમ અને મમતા તો આપી જ છે પણ સાથે જીવનમાં આવનારી કઠોર પરિસ્થિતિનો સામનો કરવામાં હંમેશા તત્પરતા દાખવે તે માટે સતત પ્રયત્ન કરે છે અને બાળકના માર્ગદર્શક બને છે. તેથી અમારા બાલ ભવનમાં વાલીશ્રી અને શિક્ષક માટે પણ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બધા વાલી ખૂબ જ ઉત્સાહી ભાગ લીધો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *