શિક્ષક સરસ્વતીનો ઉપાસક

શિક્ષક એ દીવો છે, જે પોતે પ્રજ્વલિત રહીને અન્યને પ્રકાશ આપે છે.

 

કહેવાય છે કે બાળકના જીવનમાં માતા પછી બીજા ક્રમે શિક્ષકનું સ્થાન હોય છે. એક માતા ૧૦૦ શિક્ષકની ગરજ સારે છે એટલે જ શિક્ષકને માસ્તર પણ કહેવાય છે. માતા-પિતા જીવન આપે છે, જ્યારે જીવન જીવવાની કળા તો ફક્ત શિક્ષક જ શીખવાડી શકે છે. શિક્ષક પણ એક કુંભાર ની જેમ વિદ્યાર્થીઓના જીવનને આકાર આપવાની સાથે તેમનામાં સંસ્કારોનું સિંચન પણ કરે છે. બાળક જ્યારે શાળામાં પ્રવેશ કરે છે ત્યારે એક શિક્ષક જ સર્જનહાર અને પાલનહાર ની ભૂમિકા અદા કરે છે. વર્ગમાં બાળકને ઉલ્લાસ પૂર્ણ વાતાવરણ મળી રહે અને તે અભ્યાસ કાર્ય પ્રત્યે પ્રોત્સાહિત થાય એ જોવાની જવાબદારી શિક્ષકની જ છે. શિક્ષક એ દીવાદાંડી છે જે પોતાની જગ્યા પર જ ઉભા રહે છે પરંતુ અનેક લોકોને માર્ગ બતાવે છે.

કાયમ સતત શીખતો ને શીખવતો રહે તે સાચો શિક્ષક….

શિક્ષકના કાર્યને બિરદાવા માટે તેમજ તેમના સન્માનમાં ભારતમાં શિક્ષક દિવસ દર વર્ષે સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની નિમિત્તે મનાવવામાં આવે છે, જેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણશાસ્ત્રી હતા. ૧૯૬૨ માં, રાષ્ટ્રપતિ તરીકે કાર્યભારમાં આવ્યા બાદ, તેમના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોએ તેમના જન્મદિવસને ઉજવણી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડૉ. રાધાકૃષ્ણને કહ્યું કે તેમના જન્મદિવસને શિક્ષક દિવસ” તરીકે ઉજવવો, જેથી શિક્ષકના કાર્યને માન્યતા મળે.

અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓએ પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોને ભણાવીને શિક્ષકના જીવનનો અનુભવ મેળવ્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *