યુનેસ્કો ધ્વારા વર્ષ 1999 માં પેરિસમાં તેની 30મી સામાન્ય પરિષદ દરમિયાન પ્રથમ વખત 21મી માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે અપનાવ્યો હતો. જેનો હેતુ કાવ્યાત્મક અભિવ્યક્તિ ધ્વારા ભાષાકિય વિવિધતાને વિકસાવવાનો હતો. વિશ્વમાં દરેક ભાષાનું મહત્વ જળવાય રહે.
આપણે આપણી માતૃભાષા ગુજરાતીને વિકસાવવામાં માટે તેમજ બાળકોમાં સર્જનશક્તિનો વિકાસ થાય તેવા હેતુથી ગજેરા વિદ્યાભવન, કતારગામમાં આજરોજ તા.21/03/2024 ને ગુરૂવારના રોજ ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓ વચ્ચે કાવ્ય સર્જનની સ્પર્ધા કરવામાં આવી હતી. જેમાં કુલ 40 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બક્લોએ પોતાના શબ્દો ધ્વારા કાવ્યસર્જન કરી પોતાનાં હાવભાવ વ્યક્ત કર્યા. આખા કાર્યક્રમમાં શાળાનાં આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણી તથા ઉપાચાર્યશ્રી કિશોરભાઈ તથા ધારાબહેનએ સંપૂર્ણ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળાનાં શિક્ષકશ્રી હેમંતભાઈ તથા સાગરભાઈએ કાર્યક્રમનું સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.