નદી આપણા જીવનનું અભિન્ન અંગ છે. કુદરતી રીતે ઘણા બધા જીવજંતુ અને પ્રાણીઓ જળ માટે નદીઓ પર જ નિર્ભર હોય છે, પરંતુ પર્યાવરણમાં ફેલાઈ રહેલું પ્રદૂષણ નદીઓ માટે શ્રાપ સમાન બની ગયું છે. બધાને જીવન આપનાર નદીઓનું અસ્તિત્વ જોખમમાં છે. કેટલીક નદીઓ લુપ્ત થવાના આરે છે, એવા માં નદીઓનો સંરક્ષણ કરવું અતિ આવશ્યક બની ગયું છે.
દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે વિશ્વ નદી દિવસ મનાવવામાં આવે છે. ભારત સહિત વિશ્વના કેટલાય દેશોમાં વિશ્વ નદી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે નદીઓની રક્ષા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દેશના લાખો લોકો અને કેટલાય આંતરરાષ્ટ્રીય સંગઠન નદીઓને બચાવવા પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ દિવસે લોકો સંકલ્પ લે છે કે, તેઓ નદીઓને પ્રદૂષિત કરશે નહીં , વિશ્વભરના 60 દેશો તેમાં જોડાય છે તેમાં નદીઓની સફાઈ કરવાથી લઈ રિવર રાફ્ટિંગ જેવા કાર્યક્રમો થાય છે.
નદીઓ વિશે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે, નદીઓ પોતાનું પાણી ખુદ નથી પીતી પરંતુ પરોપકાર માટે આપે છે. એટલા માટે તો આપણે તેને “મા” કહીએ છીએ. આપણા કેટલાય પર્વ તહેવાર વિવિધ ઉત્સવો તમામ નદીઓની ગોદમાં જ થાય છે આમ, આપણે ત્યાં નદીઓ પ્રત્યે એક પ્રકારની આસ્થા છે, પરંતુ તેને પ્રદૂષણ મુક્ત કરવાનું કામ સૌના પ્રયાસથી જ સંભવ બનશે. આમ, નદીઓની સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી તે આપણા સૌનું કર્તવ્ય છે.
Post Views: 33