સાંસ્કૃતિક ભારતની ઓળખ તેના તહેવારો, તીર્થસ્થાનો, માન્યતાઓ, શ્રદ્ધા અને આદર દ્વારા સદીઓથી કરવામાં આવે છે. આ પરંપરાઓ ધાર્મિક તહેવારો અને ઉત્સવો આપણી સંસ્કૃતિ અને સભ્યતાની વિકાસયાત્રાના પગથિયા છે અને તેથી જ ભારતીય સંસ્કૃતિને તહેવારોની સંસ્કૃતિ કહેવામાં આવે છે. આવો જ જીવનને પ્રકાશિત કરતો પર્વ એટલે “દિવાળી”.
દિવાળી એ હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર રહેલા દૂરગુણો પર સદગુણોના વિજયના પ્રતિક રૂપે માટીના નાનકડા કોડિયામાં રૂ ની દિવેટ બનાવીને મુકેલા દિવામાં તેલ ભરીને તેને પ્રગટાવવામાં આવે છે. દિવાળી ‘દિપાવલી’ તરીકે પણ ઓળખાય છે.
એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે ભગવાન રામ લંકા જીતીને ૧૪ વર્ષ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં દિવાળી ઉજવવામાં આવે છે. ભગવાન રામ અયોધ્યા પધાર્યા તેની ખુશીમાં તે સમય અયોધ્યાના લોકોએ દીપ પ્રગટાવીને એક મોટો ઉત્સવ ઉજવ્યો હતો અને એટલા માટે જ દિવાળી પડવાની અસત્ય પર સત્યના વિજયનો તહેવાર માનવામાં આવે છે.
વર્ષનો અંતિમ દિવસ એટલે દિવાળી આ તહેવારની ઉજવણીનું મુખ્ય અંગ છે. અસંખ્ય દીવડાઓની અનંત હારમાળા દિવાળી નો ઉત્સવ અગિયારસ, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ સાત દિવસ ઉજવાય છે.
“દિવાળી રે દિવાળી શું શું લાવી દિવાળી”
ઝગમગતા દીવાઓ લાવી, સુરજ નું અજવાળું લાવી,
ભાતીગળ રંગોળી લાવી, રસઝરતી મીઠાઈઓ લાવી,
ખજાનો ખુશીઓનો લાવી, ઉમંગનો અવસર લઈ આવી”
દિવાળીની પરંપરાગત રૂપે થતી ઉજવણીથી બાળકો પરિચિત થાય એ હેતુથી અમારી શાળામાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોને ફટાકડાના ઘોંઘાટ અને ધુમાડાથી પશુ-પક્ષીને થતી હેરાનગતિ અને પર્યાવરણને થતાં નુકસાની સમજ બાળકો દ્વારા જ નાટ્યકૃતિ દ્વારા આપવામાં આવી હતી. બાળકો ઘરનો જ પરંપરાગત બનાવેલો નાસ્તો ખાતા શીખે તે માટે ડબ્બા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચાલો, આ દિવાળી રાગદ્વેષ, વેરઝેર અને કટ્ટતાને જીવનમાંથી દૂર કરીએ અને પ્રેમ, શ્રદ્ધા, ઉત્સાહ, જ્ઞાન અને સેવા રૂપી દીવડાઓથી જીવનને ઉત્સાહિત કરીએ.ગજેરા પરિવાર તરફથી આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામના…
“દિવાળી એટલે જીવનમાં આનંદનો અજવાળું કરવાનો સુંદર અવસર”
© Gajera Vidyabhavan, Katargam All rights reserved. Contact Us