ઉત્સવ ત્રણ રંગોનો –સ્વાતંત્ર્ય દિવસ

“મે અકેલા હી ચલા થા ગાલીબ-એ-મંઝિલ. મગર લોગ સાથ આતે ગયે ઓર કારવા બનતા ગયા” આ પંક્તિઓ દેશના એ શૂરવીર સ્વાતંત્ર્ય સેનાનીઓ પર યોગ્ય સાબિત થાય છે. જેઓએ ત્યાગ, સમર્પણ તેમજ રાષ્ટ્રભાવના સાથે ચાલીને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો તેઓએ આઝાદીનું પુણ્ય ખીલવ્યું હતું.

સેકડો વર્ષોથી ગુલામીની સાંકળોમાં ફસાયેલ ભારત ૧૯૪૭ માં આઝાદ થયું. લાખો લોકોના બલિદાનને કારણે આઝાદી શક્ય બની આ મહાન લોકોએ પોતાના તન, મન અને ધનનું બલિદાન આપીને દેશની આઝાદી માટે બધુ જ બલિદાન આપ્યું. જેથી આવનારી પેઢી સ્વતંત્ર ભારતમાં શાંતિનો શ્વાસ લઈ શકે.

દરેક વ્યક્તિના હૃદયમાં પોતાના દેશ પ્રતિ પ્રજાની ભાવના સ્વાભાવિક રૂપમાં હોય છે. માતૃભૂમિને સ્વર્ગથી પણ ચડિયાતી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સંસ્કારો બાળકને શીખવવા પડે છે પરંતુ દેશભક્તિ તો જન્મજાત જ મળે છે.

ભારતનો ભૂતકાળ ખૂબ જ શુભ ભવ્ય અને મહાન છે. અંગ્રેજોની જો હુકમી, જુલ્મ અને ગુલામી ની વેદનાથી પીડિત પ્રજા પરેશાન હતી ત્યારે અનેક ક્રાંતિવીરોએ અવાજ ઉઠાવ્યો અને આખા દેશમાં દેશભક્તિની જ્યોત જલાવી. ગાંધીજીના નેતૃત્વ હેઠળ સત્ય અને અહિંસાના માર્ગે દેશ વ્યાપી આંદોલન શરૂ કરી દેશને આઝાદી અપાવી.

આઝાદીની આ લડાઈમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર લડવૈયાઓની શોર્ય ગાથા ને બિરદાવવા અને તેમનું ઋણ ચૂકવવા માટે આજરોજ અમારી શાળામાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક્ટિવિટીના ભાગરૂપે ભીંડાનું છાપકામ અને રાષ્ટ્રધ્વજ માં રંગપૂરણી કરાવી હતી. બાળકોને રાષ્ટ્ર પ્રતીકોની ઓળખ કરાવી હતી. બહુમૂલી આઝાદીનું મહત્વ બાળકોને નાટ્ય કૃતિ દ્વારા આપવામાં આવ્યું. બાળકોએ ખૂબ જ સુંદર ડાન્સ કર્યો. આઝાદીના આ ૭૫મા વર્ષના મંગલ પ્રવેશને દરેક ભારતવાસીઓને હાર્દિક શુભકામના.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *