તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની લાગણી, ભાવના, ફરજો અને શહીદ વીરોના બલિદાનથી માહિતગાર કરવાનો હતો.
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોતાના પસંદગીના ક્રાંતિવીરોના પાત્રો જેવાકે, રાણી લક્ષ્મીબાઈ,ચંદ્રશેખર આઝાદ,ગાંધીજી, મંગલ પાંડે, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, મેડમ ભીખાઈજી કામા વગેરે વિશેના સુંદર વક્તવ્ય દ્વારા હૃદય સ્પર્શી જાય તેવી અને આપણા દેશભક્તોની યાદ તાજી કરાવી આપે તેવી રજૂઆત કરી હતી. સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગજેરા પરિવાર શુભેચ્છા સાથે અભિનંદન પાઠવે છે.