
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે પ્રજાસત્તાક પર્વના પૂર્વ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શાળાના કર્મચારીઓ, વાલીશ્રીઓ અને લક્ષ્મી ડાયમંડ ના કર્મચારીઓએ રક્તદાન કરી જીવન રક્ષક અભિયાન માટે પોતાનું યોગદાન આપ્યું હતું. સુરત જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી ડો. ભગીરથસિંહ પરમાર, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ના પ્રમુખશ્રી ડો. પ્રફુલભાઈ શિરોયા, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખશ્રી હરિભાઈ કથીરિયા અને કતારગામ ઝોનના આરોગ્ય અધિકારી ડો. કલ્પેશભાઈ ખત્રી વિશેષ ઉપસ્થિત રહી રક્તદાતાઓનું અભિવાદન કર્યું હતું. ગજેરા ટ્રસ્ટ વતી ટ્રસ્ટી શ્રી બકુલભાઈ ગજેરા એ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. 25 જાન્યુઆરીએ યોજાયેલા આ કેમ્પમાં કુલ 189 યુનિટ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. ગજેરા ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી નિયમિત રીતે વર્ષમાં બે વખત રક્તદાન કેમ્પ થકી રક્તદાતાઓ પાસેથી રક્ત એકઠું કરી જીવન રક્ષક અભિયાન ચલાવી રહ્યું છે. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચુનીભાઇ ગજેરા ના માર્ગદર્શન હેઠળ અવિરત પણે આ સામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે.. રક્તદાન કેમ્પની સફળતા માટે શ્રી ચુનીભાઈ ગજેરા એ લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર અને શાળાના સ્વયંસેવક કર્મચારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
Post Views: 129