26 મી જુલાઈ એટલે કારગીલ
વિજય દિવસ. આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે આજ રોજ ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે
કારગીલ વિજય દિવસ અને પરમવીર વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
મહેમાનપદે HSSF અને IMCTF એટલે કે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાના અને નૈતિક
અને સંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રકલ્પના દક્ષિણ ગુજરાતનાં સંયોજક ડૉ.દિપકભાઈ રાજ્યગુરૂ,
ગુજરાત પ્રદેશ કાર્યકારણી સભ્ય શ્રીમતી ગીતાંજલીબેન ઈટાલીય અને એડવોકેટ વનિતાબેન
ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં. કારગીલ વિજય દિવસની ઉજવણી પ્રાર્થના, મ્યુઝિક, ડાન્સ
તથા ડ્રામા રજૂ કરવામાં આવી હતી. સાથે-સાથે પરમવીર ચક્ર વિજેતાનાં વંદન કાર્યક્રમ
વિધિ અને તેમનાં પરિચય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી
કૃતિઓ રજૂ કરી હતી. આજનાં આ કાર્યક્રમનું વાતાવરણ એક દેશભક્ત સંગે રંગાયું હતું
જેમાં બાળકોને જુસ્સો વધારવા ડૉ.દિપકભાઈ રાજયગુરૂ સાહેબે ખૂબ જ અસરકારક રજૂઆત કરી
અત્યાર સુધીનાં ભારત સાથેનાં પાકિસ્તાન અને ચીન સાથેનાં યુધ્ધની વિગતે સમજ આપી હતી
અને છેલ્લે વિદ્યાર્થીઓને નૈતિક અને સંસ્કૃતિક મૂલ્યનાં જતન અને સંવર્ધન માટે સંકલ્પ
લેવડાવ્યાં હતાં. આમ, વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગૃત થાય તે માટેના પ્રયાસો શાળા
ધ્વારા કરવામાં આવ્યાં હતાં. જે બદલ શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અભિનંદન
પાઠવે છે.