ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણીનાં ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્વજવંદન કાર્યક્રમ અને સંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં માનવંતા મહેમાનશ્રીઓ જેવા કે એક્સ આર્મી ઓફિસર શ્રી એન. કે. દેસાઈ, શ્રી મનમોહન શર્મા, શ્રી સુમન પટેલ, રિટાયર ફાયર ઓફિસરશ્રી અશોક સાલુનકે, ડેન્ટિસ્ટ ડો. ચેતન શાહ, વકીલ અને મોટીવેશનલ સ્પીકર મિસ કવિતા કંસારા, સાયબર સેલના અધિકારી શ્રી યોગેશ આસુરા, ગ્રીન આર્મીના પ્રમુખશ્રી મિતેશ નારોલા, લાયન્સ ક્લબ ના મેમ્બર પ્રિયંકા જૈન, શ્રી એન. કે. રોશન, શ્રી વિનુભાઈ કથીરિયા, શ્રી સુરતવાલા, અને શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઇ ગજેરાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સાથે સાથે શાળાનાં જ બાળકો ધ્વારા સંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ પર વિવિધ ડાન્સ, સ્કેટિંગ ડાન્સ, સોંગ, અને માઈમ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
ધ્વજવંદન કાર્યક્રમની સાથે સાથે ગજેરા ટ્રસ્ટમાં જે કર્મચારીઓ સંકળાયેલા છે તે કર્મચારીનું જો કોઈ કારણસર અવસાન થાય તો તેમનાં પરિવારને મદદ મળી રહે તે હેતુથી રૂ. 2 લાખનાં ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તમામ કાર્યક્રમમાં શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા હાજર રહીને આ ત્રિવિધ કાર્યક્રમને દીપાવ્યો હતો.