આ પૃથ્વી પર ડોકટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. ડોક્ટર વ્યક્તિને મોતના મુખમાંથી બહાર કાઢી નવું જીવન પ્રદાન કરે છે. તેની યાદમાં ડોક્ટર દિનની ઉજવણી કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય ડોક્ટર દિનની ઉજવણી સૌ પ્રથમ 28 માર્ચ 1973 ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ધ્વારા કરવામાં આવી હતી. આપણા દેશમાં 1 જુલાઈ 1882 નાં રોજ ડોક્ટર બિધાન ચંદ્ર રોયનાં માનમાં ભારતમાં “National Doctor’s Day” ની ઉજવણી કરવામાં આવે છે.
આ કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરનાં નામાંકિત ડોક્ટરશ્રી અદિતિ મોદી, ડો.મોહિની બરખેડે, ડો.તૃષા મિસ્ત્રી અને ડો.અજય નારોલા મુખ્ય અતિથી બન્યાં હતાં તથા ડોક્ટર ધ્વારા વિદ્યાર્થીઓને પોતાના વ્યવસાયની માહિતી અને વિદ્યાર્થી સાથે વિચાર ગોષ્ઠી કરી પ્રશ્નોનું નિરાકરણ કરેલ હતું.