૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિમિતે ગજેરા 13-08-2025 ને બુધવારના દિવસે દેશભક્તિગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશભક્તિગીત સ્પર્ધામાં લગભગ 14 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અમુક વિદ્યાર્થીઓએ વાજીંત્ર વગાડીને દેશભક્તિગીત ગાયું હતું. વિદ્યાર્થીઓના દેશભક્તિગીત ધ્વારા બધાને દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતાં. અને મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. તેવી અદા અને સૂરથી દેશભક્તિગીત ગાયું હતું. બધા જ વિદ્યાર્થીઓએ ખુબ જ સરસ રજૂઆત કરી હતી.
નિર્ણાયક તરીકે શિક્ષકશ્રી ભાર્ગવભાઈ આવ્યાં હતાં. તેઓને નિર્ણય કરવો પણ મુશ્કેલ થઈ ગયો હતો. પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ આ પ્રમાણે છે. જેમાં પ્રથમક્રમાંક બાબરીયા જીલ યોગેશભાઈ, દ્રિતીયક્રમાંક સોરઠીયા સાક્ષી પંકજભાઈ અને તૃતીયક્રમાંક પર બે વિદ્યાર્થી વિજેતા થયા હતાં. વઘાસીયા વિંજલ મહેશભાઈ અને અમરેલીયા બંસી દિલીપભાઈ વિજેતા થયાં હતાં.