22/01/2026 (ગુરુવાર) ના રોજ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે શ્રી સાજન શાહ “ધ મેમરી મેન ઓફ ઈન્ડિયા” ધ્વારા મેમરી તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનાર વિદ્યાર્થીઓની એકાગ્રતામાં સુધારો કરવા અને વ્યવહારિક ઉકેલો ધ્વારા તેમની એકાગ્રતાને વધારવા અને અભ્યાસની આદતોને વિકસાવવામાં મદદરૂપ છે. શ્રી સાજન શાહે કેવી રીતે સુધારેલ એકાગ્રતા યાદશક્તિને મજબૂત બનાવે છે. અને બોર્ડની પરીક્ષાના સારા પરિણામો તરફ દોરી જાય છે, તે વિશે વિગતવાર જણાવ્યું. તેમની આકર્ષક શૈલી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના સમૃધ્ધ અનુભવ સાથે, તેમણે વિદ્યાર્થીઓને હકારાત્મક અભ્યાસ તકનીકો અને શિસ્તબધ્ધ માનસિકતા અપનાવવા પ્રેરણા આપી. સેમિનાર ઇન્ટરેક્ટિવ, પ્રેરક અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે અત્યંત ફાયદાકારક હતો.