નવલી નવરાત્રી

કોઈપણ રાષ્ટ્રની ઉન્નતી માટે લક્ષ્મી એટલે સાધનસંપત્તિ. સરસ્વતી એટલે વિદ્યા, જ્ઞાન અને ટેકનોલોજી. કાલિકા એટલે શક્તિ તેની જરૂર પડે છે. દેવોની આરાધનાથી અને સંકલ્પબળથી પ્રગટેલા માની આરાધના ના ત્રણ સ્વરૂપો મુખ્ય છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી તે ઉપરાંત અન્ય દેવીઓ પણ વિવિધ નામો સાથે શક્તિ સ્વરૂપે પૂજાય છે. આમ, શક્તિ પૂજા એ આપણી સંસ્કૃતિની પરંપરા રહી છે. 

નવરાત્રીના નવલા પર્વમાં શક્તિ સ્વરૂપમાં જગદંબા પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિ ભાવ-વિભોર બની માતાજીની આરાધના માટે સહભાગી બને છે. નવરાત્રીમાં ગરબો એ શક્તિ પૂજાનો ઉત્સવ છે. ગરબો એ હિન્દુ ધર્મનું પ્રતીક છે. જેનો મૂળ અર્થ થાય છે. કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજા કરવામાં આવે છે. નવલા નોરતાને અજવાળતો, ઘૂમતો અને ઢોલે ધબકતો ગરબો તો ગરવી ગુજરાતની ભવ્ય વિરાસત અને પરંપરાગત સંસ્કૃતિની વૈશ્વિક ઓળખ બની ગયો છે. 

માં અંબા એ મહિસાસૂર નામના  દાનવ સાથે નવ-નવ દિવસ સુધી યુદ્ધ કર્યુ અને નવમા દિવસે તેનો સંહાર કરી પૃથ્વી પરથી અનિષ્ટનો નાશ કર્યો તેથી જ નવરાત્રીને એક સ્ત્રીની શક્તિ, ભક્તિ અને યુક્તિને આરાધવાનું પવિત્ર પર્વ તરીકે ઉજવાય છે. 

या देवी सर्वभूतेषु विद्या-रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિથી બાળકો પરિચિત થાય એ હેતુથી આજરોજ અમારા બાલભવનમાં “શુભ નવરાત્રી” નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને નવરાત્રીની સમજ આપી જેમાં બાળકોને માં આંબાનું પ્રાગટ્યમાં નવ નવ સ્વરૂપ વિશે સમજ આપવામાં આવી હતી. બાળકોએ મહિસાસુર વધ કર્યો. બાળકોને એક્ટિવિટી દ્વારા આરતીની થાળી, દાંડિયા અને મટકી ડેકોરેશન કરતા શીખવ્યું હતું. બાળકો પરંપરાગત પોશાકમાં ગરબાના તાલે ઝૂમ્યાં હતા. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *