કોઈપણ સમાજના વિકાસનો આધાર જે તે સમાજમાં અપાતા શિક્ષણ પર છે. શિક્ષકો બાળકના સર્વાંગી વિકાસ સાથે રાજ્ય અને દેશનો વિકાસ કરે છે.
વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય મળે તે હેતુથી પ્રવૃત્તિમય શિક્ષણ ખુબજ જરૂરી છે. બાળકના બૌદ્ધિક વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવે છે.બાળક શાળામાં કે શાળાની બહાર પ્રવૃત્તિઓ ભાગ લેતો હોય ત્યારે વિશેષ અનુભવો પુરા પાડવામાં આવે તો તેનો સર્વાંગી વ્યક્તિત્વ ફૂલની માફક ખીલી ઉઠે છે.બાળકને ફક્ત પુસ્તકિયું જ્ઞાન નહિ.પરંતુ તેને બાહ્ય જ્ઞાન આપવાની ખાસ જરૂર છે.વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓના વિકાસ માટે પ્રવૃતિમય શિક્ષણ ખુબજ જરૂરી છે.
તો આ ઉદ્દેશના માધ્યમ થી ગજેરા વિદ્યાભવન પ્રાથમિક વિભાગ ધોરણ ૨ માં વિદ્યાર્થીઓને પ્રવૃતિના માધ્યમથી ગણિત વિષયમાં અકારોની વિસ્તાર થી સમાજ આપી વિવિધ આકારોને ઓળખી તેમાં રંગપૂરણી કરાવી તથા જુદી- જુદી વસ્તુઓ કયા આકારની છે? તેની સમાજ બાળકો ખુબજ સારી રીતે મેળવી શક્યા.
વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અભ્યાસ લક્ષી પ્રવૃતિઓ ખુબજ મહત્વનો ભાગ ભજવી જાય છે.
Post Views: 362