પક્ષી ઘૂમે, વૃક્ષ લહેરાય, હરિયાળીથી ધરતી નખરાય, આ સૌંદર્યનું રહસ્ય ન ગુમાવીએ, પ્રકૃતિને મળેલી ભેટ સંભાળીએ.
મનુષ્યની સંસ્કારિતા ના પાયામાં તેનું બાળપણ છે. બાળપણથી બાળક પોતાની પાંચેય ઇન્દ્રિયો દ્વારા ઘણું શીખી જાય છે.પણ સૌથી પહેલા શ્રવણ કરી તેનું અનુ સરણ કરે છે.આમ ,બાળકો માં માહિતી સ્થાપન વખતે કથન અસરકારક હોવું જોઈએ. અને આ કાર્ય માટે સૌથી મહત્વનું માધ્યમ છે. ‘ બાળવાર્તા ‘
પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિતે ગજેરા વિદ્યાભવન માં ધોરણ ૧ અને ૨ બાળ વાર્તા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું… જેમાં દરેક વિદ્યાર્થી એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વાર્તા ના માધ્યમ થી બાળક ની ભાષા શુદ્ધી અને કલ્પના શક્તિ નો વિકાસ થાય છે .