શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વર્ષ 2025 માં “રંગોત્સવ સેલિબ્રેશન” મુંબઈ દ્વારા વિવિધ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અલગ અલગ 11 પ્રકારની સ્પર્ધામાં 78 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી 20 વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. જેમાં 10 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ, 5 વિદ્યાર્થીઓ સિલ્વર મેડલ, 4 વિદ્યાર્થીઓ બ્રોન્ઝ મેડલ અને આર્ટ મેરીટ એવોર્ડ મેળવી ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તથા શાળાને પણ સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. ધોરણ 9ના વિદ્યાર્થીઓએ SSE ની પરીક્ષામાં 18 વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ બદલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમાંથી 5 વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો પણ લાભ મળ્યો હતો. આ પરીક્ષા ગુજરાત બોર્ડ દ્વારા યોજવામાં આવી હતી જેની સફળતા બદલ શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઇ ગજેરાએ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.