રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસ નો પવિત્ર તહેવાર છે આવી પરંપરાઓ આપણને સંગઠન સંબંધો અને સૌહાર્દના મૂલ્યો શીખવે છે જે થકી ધોરણ : 1 અને 2 ના વિદ્યાર્થીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી તેમજ ધોરણ : 3 થી 5 માં રાખી મેકિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું . શિક્ષકો દ્વારા સૌને રક્ષાબંધન નું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ રક્ષાબંધન નિમિતે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી.
ચંદન નો ટીકો અને રેશમનો દોરો શ્રાવણની સુગંધ અને વરસાદની ફુવ્વાર ભાઈની આશા અને બહેનનો પ્યાર મુબારક સૌને રક્ષાબંધનનો તહેવાર.