રમત દ્વારા કેળવીએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય

રમતગમત એ એક શ્રેષ્ઠ કસરત છે જે વ્યક્તિની સંપૂર્ણ તંદુરસ્તીને જાળવવામાં મદદ કરે છે વિકસતા બાળકો માટે તેમના શરીર અને મનના વિકાસમાં રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તે તેમના શૈક્ષણિક સ્તરને સુધારવામાં પણ મદદ કરે છે અને તેમને સચેત બનાવે છે તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે રમતગમત લોકોની સુખાકારીમાં પણ નોંધપાત્ર ફાળો આપે છે. રમતને ભારતીય સંસ્કૃતિ અને એકતા નું પ્રતીક પણ કહેવામાં આવે છે. આમાં કોઈ જાતિ, ભાષા અને ધર્મનો વિરોધ નથી.

દરેકના જીવનમાં રમતગમતનું મહત્વ અમૂલ્ય છે અને તેનાથી ઘણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય લાભ છે. બાળકોનો સર્વાગી વિકાસ થાય અને જીવનની તમામ પડકારોનો સામનો કરવા માટે રમત ને મહત્વ આપવામાં આવે છે. રમત એ બાળકોના વધતા શરીરની જરૂરિયાત છે. રમત દ્વારા બાળક જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરે છે. રમતો બાળકની વિચારસરણી, યાદશક્તિ અને સર્જનાત્મકતાના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.

બાળકોમાં રમત-ગમત મિત્રતા અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે. રમત રમવાથી બાળકોમાં સ્વશિષ્ટ, અન્ય પ્રત્યે આદર, નેતૃત્વ, કુશળતા, ટીમવર્ક જેવા ગુણો કેળવાય છે.

બાળકના સમગ્ર જીવન વિકાસમાં રમત સૌથી અગત્યનો અને ઉપયોગી ભાગ ભજવે છે. રમત દ્વારા બાળકના માનસિક, શારીરિક અને બૌદ્ધિક તેમજ શૈક્ષણિક વિકાસને વેગ મળે છે. બાળકમાં નીડરતા, સાહસિકતા, જૂથ કાર્ય, હારજીત જેવા ગુણોનો વિકાસ થાય એ હેતુથી અમારા બાલભવનમાં ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા આચાર્યશ્રી તેમજ વર્ગના પ્રતિનિધિઓ સાથે માર્ચ પાસ કરી ખેલોત્સવની શરૂઆત કરી. ત્યારબાદ વર્ગ પ્રમાણે બાળકોને જુદી-જુદી રમતો રમાડવામાં આવી હતી. બધા જ બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક સ્પોર્ટ્સ ડે માં ભાગ લીધો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *