રમત મનુષ્યના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. રમત રમવાથી વ્યક્તિનું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. અત્યારના માતા- પિતા અને શારીરિક વિકાસ કરતા માર્કશીટનો વિકાસ વધુ વહાલો છે કેટલા માર્ક્સ આવ્યા, કેટલો નંબર આવ્યો, કયા એડમિશન મળ્યું વગેરે…… વગેરે….. આ બધી વાતોમાં ક્યાંક ને ક્યાંક સ્કૂલનું મેદાન બાળકો જોઈ શકતા નથી. અને રમતમાં ભાગ લઈ શકતા નથી તેથી બાળકોનું શારીરિક વિકાસ રૂંધાયેલો છે.
ભારતમાં રમતને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના દિવસે “રાષ્ટ્રીય કે દિવસ ઉજવવામાં આવે છે. તેનાથી દરેક યુવાપેઢી પ્રત્યે આકર્ષિત થાય. આપણા ભારત દેશમાં કેટલાક રમતવીરો એ ઇતિહાસ રચ્યો છે. જેમકે…. પી.ટી ઉષા, સચિન તેંડુલકર, નીરજ ચોપડા, સરિતા ગામીત, કરણમ મલ્લેશ્વરી તેમજ હોકી ના જાદુગરના નામે મેજર ધ્યાનચંદ.
આપણા ભારત દેશમાં રાષ્ટ્રીય ખેલ દિવસ શ્રી ધ્યાનચંદની યાદમાં ઉજવવામાં આવે છે. 29 ઓગસ્ટ ને ધ્યાનચંદના જન્મદિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તેમની યાદમાં જ રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે. ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905 ને અલ્હાબાદમાં થયો હતો. તેઓ એક સિપાહી હતા, પણ રમતમાં રસ હોવાથી તેઓ આ ક્ષેત્ર છોડી રમત-ગમતમાં પ્રયાણ કર્યું. તેમને હોકી રમતમાં ખૂબ જ રસ હતો તેઓ પોતાની નોકરી દરમિયાન પણ નોકરીના ટાઈમ બાદ હોકીની પ્રેક્ટિસ કરતા. ધ્યાનચંદ પોતાનાં અદભુત ખેલ પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું. તેમણે પ્રથમ મેચમાં ૩ ગોલ, ઓલમ્પિકમાં 35 અને ઇન્ટરનેશનલ માં 400 ગોલ. આમ, ઓવરઓલ તેમને 1000 ગોલ નો રેકોર્ડ કર્યો હતો. તેથી તેમને 1956માં પદ્મવિભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે જ્યારે પણ ધ્યાનચંદ હોકી રમતા ત્યારે બોલ તેમની સાથે ચીપકી રહેતો અને સામા વાળા વ્યક્તિને રમવાનો ટાઈમ જ નતો મળતો તેમને ત્રણ વખત ઓલમ્પિકમાં સ્વર્ણપદક જીત્યો હતો. ઇ.સ 1979 માં મેજર ધ્યાનચંદના મૃત્યુ પછી ભારતીય ડાક વિભાગમાં તેમના સન્માન માટે “પોસ્ટ ઓફિસમાં” તેમનો સ્ટેમ્પ પણ બનાવવામાં આવ્યો હતો. તેમની શ્રદ્ધાંજલિ માટે દિલ્હીના રાષ્ટ્રીય સ્ટેડિયમનું નામ પણ બદલીને ધ્યાનચંદ સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું.
તેમજ આ દિવસ ને ધ્યાનચંદની યાદમાં ઉજવવાનો મુખ્ય હેતુ એ હતો કે… નવ યુવાનોને ખેલ પ્રત્યે જાગૃત કરી ભારત દેશનું નામ રમતગમત ક્ષેત્રમાં આગળ લાવવાનો છે.
Post Views: 235