વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર.

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દી માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે GIDC ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ નવસારીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. દિલ્લીપ પટેલ અને પ્રો. ધ્રુવાંગ દેસાઈ ઉપસ્થિત રહીને વિજ્ઞાન પ્રવાહના Aઅને B બંને ગ્રુપ માટે ખૂબ જ ઊંડાણપૂર્વકની કારકિર્દી અંગેની માહિતી રજૂ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા અને છેલ્લે ખૂબ જ અસરકારક પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી અંગે પૂરતું માર્ગદર્શન મળી રહે. આ કાર્યક્રમથી વિદ્યાર્થીને એક નવી દિશા મળી રહી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *