વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી

આજરોજ શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ ગ્રાહક દિવસ નિમિત્તે એક ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ ગ્રાહકને લગતા કાયદાની સમજ મેળવે તે અંગે જાગૃત થાય અને ગ્રાહકની હક અને ફરજોથી અવગત થાય તથા પોતાના જીવનમાં ગ્રાહકની જવાબદારીઓ નિભાવતા થાય અને એક શ્રેષ્ઠ ગ્રાહક બની રહે તે માટે વિદ્યાર્થીઓને બે ગ્રુપમાં વહેંચીને ખૂબ જ અસરકારક ડિબેટ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ગ્રાહકના હક અને ફરજો અંગે સામસામે દલીલો કરી હતી અને તેનું મહત્વ સમજ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *