શિક્ષક દિન

આપણા જીવન માટે આપણે માતા-પિતાના ઋણી છીએ પરંતુ,

એક સારા વ્યક્તિત્વ માટે આપણે એક શિક્ષકના ઋણી છીએ”

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના (Dr. Sarvapalli Radhakrishnan) જન્મદિવસ નિમિત્તે  દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન  (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે પ્રેમ અને આદર દર્શાવવાનો દિવસ છે. શિક્ષક દિન ના દિવસે શાળાઓ અને કોલેજોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો પર વક્તવ્ય આપે છે.

અમારી શાળા શ્રી એસ.એચ ગજેરા વિદ્યાભવન કતારગામમાં પણ આજરોજ શિક્ષક દિન નું આયોજન કરેલ છે જેમાં કુલ ૯૭  વિદ્યાર્થીઓએ શિક્ષકનું પાત્ર તેમજ ૧૯ વિદ્યાર્થીઓએ D/S  ના શિક્ષકનું પાત્ર ભજવ્યું હતું, શિક્ષક દિન નિમિત્તે અમારી શાળામાં પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જે વિદ્યાર્થીઓએ  જે શિક્ષકનું પાત્ર ભજવ્યું હતું તેઓએ આજના દિવસના પોતાના અનુભવો રજુ કર્યા.

આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જે વિદ્યાર્થીઓ આચાર્ય અને ઉપાચાર્ય બન્યા હતા તેઓએ તેમની સરસ મજાની સ્પીચ આપી તેમની સાથે બનેલા શિક્ષકોનું અભિવાદન કર્યું આમ એકંદરે અમારો આ શિક્ષક દિન નો કાર્યક્રમ ખૂબ જ આનંદપૂર્વક પૂર્ણ થયું.

જે આપણને માણસ બનાવે છે,

સાચા-ખોટાનો જ્ઞાન આપે છે,

દેશનું ભવિષ્ય બનાવે છે,

એવા ગુરુને સત સત વંદન,

શિક્ષક દિનની શુભકામનાઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *