સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા.

ભારતમાં લગભગ 3500 વર્ષ પહેલાં સંસ્કૃત ભાષાનો ઉદભવ થયો હતો. વર્ષ 1969માં પ્રથમ વખત વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને સૂચના જારી કરી હતી. વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે દેશભરમાં પરિસંવાદો, પ્રવચનો અને સભાઓનું આયોજન કરવામાં આવે છે. રાજસ્થાન સંસ્કૃત અકાદમી અને સંસ્કૃત યુનિવર્સિટીએ સંયુક્ત રીતે એક અઠવાડિયા સુધી ચાલનારા ઉત્સવનું આયોજન કર્યું છે. વિશ્વ સંસ્કૃત દિવસ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સંસ્કૃત એ ભારતની સૌથી જૂની ભાષા છે, લગભગ તમામ વેદો અને પુરાણો સંસ્કૃતમાં લખાયા છે. આ ભાષાનું વર્ણન આપણા તમામ ધાર્મિક ગ્રંથો અને મંત્રોમાં જોઈ શકાય છે, તેથી, તેના સંરક્ષણને ધ્યાનમાં રાખીને વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. તેમજ બાળકોને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાય એ માટે સંસ્કૃત શ્લોક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ધોરણ 9 ના 16 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અગાઉથી સંસ્કૃત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ટુંક જ સમયમાં ખુબ જ સરસ તૈયારી કરી હતી. શ્રીમદ્ ભગવદ્ ગીતા અને અન્ય શ્લોકોનું વિદ્યાર્થીઓએ ખુબ જ સારી રીતે પઠન કર્યું હતું. શ્લોક સ્પર્ધામાં નિર્ણાયકોએ ખુબ જ તટસ્થ નિર્ણય આપેલ હતો.

આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ રસપ્રદ રીતે ભાગ લે, સંસ્કૃત ભાષામાં રસ લે તેથી  નંબર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમક્રમે ખૈરનાર યશરાજ વિજયભાઈ, દ્રિતીયક્રમે બે વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. અમરેલીયા બંસી દિલીપભાઈ અને રૂપાપરા રીયા દિનેશભાઈ, તૃતીય ક્રમે તાવેથીયા રાહી વિશાલભાઈ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *