હિન્દી દિવસની ઉજવણ
ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. એના એક ભાગરૂપે બે દિવસ સુધી સર્વોએ હિન્દી ભાષામાં જ વાતચીત કરવામાં આવી હતી.આ ઉપરાંત હિન્દી દિવસ તા.14-09-2024 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તેના માટે હિન્દી ભાષામાં અલગ-અલગ કૃતિઓ રાખવામાં આવેલ હતી. જેમાં હિન્દી ભાષાનો ઉદભવ, વિકાસ, હિન્દી સાહિત્યના ઈતિહાસ વિશે વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપ્યું હતું. હિન્દીમાં પ્રાર્થનાનું ગાન કરવામાં આવ્યું હતું. ગીતના પણ ગાયન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સમગ્ર કૃતિઓની સરસ રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ચૌધરી ઈપીનભાઈ અને ખાંટ શીલાબેનએ કર્યું હતું. સમગ્ર માર્ગદર્શન પ્રિન્સીપાલશ્રી ભાવેશભાઈ ઘેલાણી અને સુપરવાઈઝર શ્રી ધારાબેન તળાવીયાએ આપ્યું હતું.
Premium Addons
Post Views: 22