26 January 2024 Republic Day

26 January 2024 India republic day

 

આજે સમગ્ર ભારતમાં 75 મો ગણતંત્ર દિવસની જયારે ઉજવાઈ રહયો છે.આપણા દેશની આઝાદી માટે આપણા અનેક વીર સપૂતોએ બલીદાન આપી અને વર્ષોની ગુલામી પછી આપણને મહામૂલી આઝાદી અપાવી. ગાંધીબાપુ, સરદાર વલ્લભભાઇ, સુભાષચંદ્ર બોઝ, ડૉ.બાબાસાહેબ ભીમરાવ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે આપણા આઝાદીના લડવૈયાઓનું સ્વપ્ન સાકાર થયું. આ પછી 1950 માં ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. અને તેને 26 જાન્યુઆરી 1950 ના રોજ લાગુ કરવામાં આવ્યું. જેની ઉજવણી સમગ્ર ભારતમાં હર્ષ અને ગૌરવભેરથી  પ્રજાસત્તાકદિન તરીકે કરવામાં આવે છે. તેવી જ રીતે પ્રજાસતાક દિનની ઉજવણી ગજેરા વિદ્યાભવનમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રથમ મહેમાનનું સ્વાગત અને પરિચયથી શરૂ કરીને પરેડ, ધ્વજવંદન, રાષ્ટ્રગીત, મંગલપાંડે થીમ પર, મોટીવેશનલ થીમ સોંગ, ભગતસિંહ થીમ પર ડાન્સ, ઇનામ વિતરણ કાર્યક્રમ, મહેમાનશ્રીનું વક્તવ્ય ચેક ધ્વારા સહાય વિતરણ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રજાસતાક દિનની ઉજવણી નિમિતે રાખવામાં આવ્યા હતા. રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતે બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાએ સ્ટાફમિત્રોને તેમજ બાળકોને પ્રજાસતાક દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *