“લોહી રેડી તિરંગાને બચાવે છે ધન્ય છે,
હર એક શહીદ જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે.”
દેશભક્તિનું બીજ તો દેશમાં વસતાજન-જન ના હૃદયમાં વવાયેલું જ હોય છે એને જરૂર હોય છે. ખાતર પાણીને યોગ્ય આબોહવા વાતાવરણ અને ખાતર પાણી મળે તો બીજ વ્રત વૃક્ષ બનવાની ક્ષમતા ધરાવે છે. ઇષ્ટદેવની ભક્તિથી જેટલી ઊર્જા મળે છે એટલી જ ઉર્જા દેશભક્તિથી પણ મળે છે આથી જ કહેવાયું છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ રળિયામણી છે.
ભારત એક સાંસદીય પ્રણાલીની સરકાર વાળો, સ્વતંત્રતા, પ્રભુ સત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આપણા દેશનું શાસન દેશના બંધારણ મુજબ ચાલે છે. આપણા દેશમાં સંચાલન, ડીસા નિર્દેશન તથા તમામ કાયદાઓ નો સંગ્રહ કે જેને આપણે સર્વોચ્ચ કાયદો કહીએ છીએ એ ભારતનું બંધારણ છે.
“શહીદોનું સપનું જયારે સાચું થયું, હિન્દુસ્તાન ત્યારે સ્વતંત્ર થયું,
આવો, સલામ કરીએ તે વીરોને, જેમના કારણે ભારત ગણતંત્ર થયું”
ભારતનું બંધારણ બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 ના દિવસે પસાર કરવામાં આવ્યો અને 26 જાન્યુઆરી 1950ના દિવસે કાયદાકીય રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા દેશમાં બધાને સમાન અધિકાર અને હક મળે તે માટે ભારતના બંધારણની રચના કરવામાં આવી. ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે. આપણા સંવિધાને આપણને વિવિધ મૂળભૂત હકો આપ્યા છે જેને બંધારણીય માન્યતા હોવાથી તે સર્વોપરી છે અને દરેક ભારતીય ને લાગુ પડે છે જેમાં છ વિશિષ્ટ હકો નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, શિક્ષણનો અધિકાર વગેરે બાબતો આપણા બંધારણમાં મૂળભૂત અધિકારો તરીકે સમાવિષ્ટ છે.
“આવો શ્રદ્ધા સુમન કરીએ તેમને જેમના નસીબમાં આ મુકામ આવે છે,
ખુશનસીબ હોય છે એ લોહી જે દેશના કામ આવે છે.”
જે શહીદોના પ્રતાપે આ દેશ આઝાદ થયો એમના બલિદાન અને ભારતની ગૌરવ ગાથા થી બાળકો પરિચિત થાય તે હેતુ થી આજ રોજ અમારા બાળભવન માં 26 જાન્યુઆરી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશની આનબાન અને શાન ના પ્રતિક રૂપ તિરંગા ને ધ્વજારોહણ કરીને સન્માનિત કરવામાં આવ્યું તેમજ બાળકોએ પોતાની કાલી ગયેલી ભાષામાં દેશભક્તિ વિશે પોતાના મંતવ્ય રજૂ કર્યા અને દેશભક્તિ ગીત ઉપર ખૂબ જ સરસ ડાન્સ ની રજૂઆત કરી.
“ગર્વ કરો કે તમે એવા દેશવાસી છો કે, જેનો એક સમૃદ્ધ ઈતિહાસનો વારસો છે.”