NATIONAL MATHEMATICS DAY

શ્રી નિવાસન રામાનુજનની જન્મજયંતિ ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. તેના એક ભાગરૂપે તા.21/12/2024 ના રોજ શ્રી નિવાસન રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે ગજેરા વિદ્યાભવનમાં કોન્ફરન્સ હોલમાં ગાણિતિક ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.

       આ ક્વીઝ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં પૂર્વ આયોજન પ્રમાણે પાંચ ટીમ પાડવામાં આવી હતી. પાંચેય ટીમમાં મળીને કુલ 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અલગ-અલગ રાઉન્ડ રાખવામાં આવેલ હતાં.

        બધા જ રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યા હતાં. ભાગ લીધેલ વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઇને પ્રેક્ષક તરીકે બેઠેલા વિદ્યાર્થીઓ આનંદથી તાલીઓના ગડગડાહતથી ઉત્સાહમાં વધારો કરતાં હતાં.

        એકંદરે આ ક્વીઝ ધ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળ્યાં હતાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *