PUSTAK SAMIKSHA

પુસ્તક આપણા મિત્રો છે. દર વર્ષે 9 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પુસ્તકોના પ્રેમ અને આપણા જીવનમાં તેમની ભૂમિકાની ઉજવણી કરવાનો છે. "રંગ તેવો સંગ' એ કહેવત માણસની બાબતમાં સાચી છે, તેમ પુસ્તકોની બાબતોમાં પણ સાચી જણાય છે. મિત્રો પુસ્તકોનો માનવીના જીવનઘડતરમાં નિર્ણાયક પ્રભાવ પડે છે. ' મહાભારત' અને 'રામાયણ' જેવા ધાર્મિક ગ્રંથપુસ્તકો મનુષ્યના જીવનને સમૃદ્ધ બનાવે છે. સારાં પુસ્તકો જેવા કોઈ મિત્ર નથી. તે આપણને સાચું માર્ગદર્શન તેમજ સારા કામો કરવાનું પ્રોત્સાહન આપે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળે છે. આજના ઝડપી યુગમાં ખરેખર તો મોબાઈલ મનુષ્યના મિત્ર બની ગયા છે. પણ સાચા મિત્રો તો પુસ્તકો જ છે. પુસ્તકોની મૈત્રી જીવનને સરળ અને વધારે સુંદર બનાવે છે. પુસ્તકનો વિદ્યાર્થીના જીવનમાં ખૂબ મહત્વનો ફાળો છે. તેથી વિદ્યાર્થી પુસ્તકપ્રેમી બને અને સારા પુસ્તકોનું વાંચન કરે તે હેતુથી ગજેરા વિદ્યાભવનમાં ધોરણ - 4,5 અને 6માં 'પુસ્તક સમીક્ષા' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. "પુસ્તક વિનાનું જીવન બારી વિનાના ઘર સમાન છે."

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *