“સ્વતંત્રતા છે અમારા જીવનની જ્યોત,
ગણતંત્ર દિવસ આપે છે ભારતમાં વિશ્વાસની જ્યોત!”
26 મી જાન્યુઆરી, આ એ દિવસ છે જ્યારે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું અને આપણો દેશ પ્રજાસત્તાક અને સાર્વભૌમ બન્યો. આઝાદ ભારતમાં ખરા અર્થમાં પ્રજાતંત્ર એટલે કે પ્રજાની સત્તાની શરૂઆત થઈ અને લોકતંત્રનો અમલ થયો અને દેશ ખરેખર લોકશાહી બન્યો. આ દિવસ સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં પણ ધ્વજ વંદનના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. મનમાં સ્વતંત્રતા અને હૃદયમાં વિશ્વાસ રાખી તિરંગા ને શ્રદ્ધાપૂર્વક સલામી આપી હતી. અને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દેશપ્રેમીઓ દેશ પ્રેમની લાગણીમાં ભાવવિભોર થયા હતા.વિદ્યાર્થીઓએ જુદા જુદા દેશભક્તિ ગીતો પર દમદાર ડાન્સ પ્રદર્શિત કર્યું. જે વિદ્યાર્થીઓ નેશનલ લેવલ પર રહી ચૂક્યા છે તેમને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. ગણતંત્ર દિવસની ઉજવણી વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમની ભાવના જગાડી દેશ પ્રત્યે તેમની ફરજો અને જવાબદારીઓનું ભાન કરાવે છે અને તેમનામાં એકતા અને ભાઈચારાની લાગણીઓ વિકસાવે છે. તો ચાલો આપણે સર્વ સાથે મળીને આ દિવસે, એવા સ્વપ્નદ્રષ્ટાઓને યાદ કરીએ જેમણે આપણા બંધારણને આકાર આપ્યો અને તેમના દ્વારા નિર્ધારિત સિદ્ધાંતોને જાળવી રાખવાનો સંકલ્પ કરીએ.
ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ!
Post Views: 199