દીપોનો પાવન પર્વ દીપોત્સવ

ભારત અને ઉત્સવોનો ગાઢ નાતો છે. ઉત્સવો એ ભારતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. તહેવારો એ આપના જીવનને ઉમંગથી ભરી દે છે. તહેવારો એ આપણા પૂર્વજો દ્વારા મળેલી અનમોલ ભેટ છે. આવો જ આનંદ, ઉત્સાહ, ઉમંગ અને ઉજાસનો તહેવાર એટલે ‘દિવાળી’.

દિવાળીનો ઉત્સવ અગિયારસ, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતુવર્ષ અને ભાઈબીજ એમ સાત દિવસ ઉજવાય છે. 

દિવાળી એટલે લક્ષ્મી અને સરસ્વતી, રોશની અને રંગોળી, આતશબાજી અને ખાણીપીણીનો તહેવાર. સંબંધોથી લઈને શ્રદ્ધા સુધીના અનેક રંગો આ તહેવારોમાં છલકાય છે.

“રંગભરી રંગોળી પૂરી, ભરીયો આંગણ ચોક,

સાલમુબારક કહું છું તમને, ગામતણા સહુ લોક”

દિવાળીના દિવસે જ પ્રભુ રામ લંકા વિજય કરીને અયોધ્યા પધાર્યા હતા. અયોધ્યાના લોકોએ ૧૪ વર્ષના વિરહ પછી આ ખુશીના અવસર પર આખા નગરને ઝગમગતા દિવડાઓથી પ્રકાશિત કરી હતી અને ભગવાન રામનું સ્વાગત કર્યુ હતું. આથી અમાસરૂપી અંધારાને પ્રકાશિત કરવાના પર્વ તરીકે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. 

દિવાળીની પરંપરાગત રૂપે થતી ઉજવણીથી બાળકો પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેના એક્ટિવિટીના ભાગરૂપે બાળકોએ ડિશમાંથી દીવા બનાવ્યા હતા. એસેમ્બલી દ્વારા બાળકોને દિવાળીની સમજૂતી આપી, દિવાળીમાં ઘરોમાં થતી સજાવટ,  નાસ્તા, રંગોળીની સમજ આપી. બાળકોને ઈકો ફ્રેન્ડલી દિવાળીનો સુંદર સંદેશ નાટ્યકૃતિ દ્વારા આપવામાં આવી .બાળકોએ ખૂબ જ સુંદર ડાન્સ કર્યો અને પોતાના મિત્ર સાથે ડબ્બા પાર્ટીની મજા માણી હતી.

અંધારી રાત ને પ્રકાશમય બનાવવાનો દિવસ એટલે દિપાવલી…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *