તા.01/02/2026 ના રોજ આપણા દેશનું અંદાજપત્ર આપણા નાણામંત્રી નિર્મલા સીથારામન ધ્વારા બહાર પાડવામાં આવશે. તે નિમિત્તે અમારી શાળામાં તા.31/01/2026 ના રોજ “Union Budget Day” વિષય પર જૂથચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારી શાળાના 11 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ જૂથચર્ચામાં વિદ્યાર્થીઓએ શિક્ષણક્ષેત્ર, ઉદ્યોગક્ષેત્ર વગેરે ક્ષેત્રના બજેટ વિશે માહિતી મેળવી હતી. આ અંગે શાળાના ઉપાચાર્યશ્રી વિજયભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પડ્યું હતું. શિક્ષિકાશ્રી મોનીકાબેન પટેલે આ કાર્યક્રમનું સંચાલન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
