ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે તા.06-10-2024 ના રોજ Plant a Smile થિમ પર તમામ ધોરણનાં વાલીઓ માટે હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર રાજુભાઈ ભટ્ટ ધ્વારા સાહિત્ય અને સંસ્કૃતિક ભાથું પીરસ્યું હતું. હાસ્યની સાથે સાથે પર્યાવરણનું જતન કેવી રીતે કરવું પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવો. પોતાનું સ્વાસ્થ્ય સારી રીતે જાળવવા યોગ તથા કસરતનું મહત્વ અને રોજેરોજ શાળાઓમાં અને વાત્સલ્યધામમાં થતી પ્રવૃતિઓ અંગે ખૂબ જ સારી રીતે સમજ આપવામાં આવી હતી અને હાસ્યની સાથે સમાજને ખૂબ જ સારો સંદેશો આપ્યો હતો. વાલીઓને પણ આ કાર્યક્રમ માણવાની ખૂબ જ મજા પડી હતી.
Post Views: 12