ફાધર્સ ડે, યોગ દિવસઉજવણી

ફાધર્સ ડે નિમિત્તે શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિશેષ ઉજવણીનું આયોજનકરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને તેમના પિતાશ્રીઓ વચ્ચેના પ્રેમ, સ્નેહ અને પરસ્પર વિશ્વાસના સંબંધને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે વાલીઓ માટે વોલીબોલ સ્પર્ધા, ચેસ સ્પર્ધા તેમજ સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને તેમના પિતાશ્રીઓએ ઉત્સાહપૂર્વક તમામ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સ્પર્ધાઓ દરમિયાન સૌએ રમતિયાળ ભાવના, એકતા અને આનંદનો સુંદર પરિચય આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણે ઉપસ્થિત વાલીઓનું સ્વાગત કરી પિતાના જીવનમાં રહેલા મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદમય, ઉત્સાહભર્યા અને પરિવારિક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. અંતમાં વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ તમામ ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓનો સહભાગિતા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દ્વારા શાળા અને વાલીઓ વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો તથા વિદ્યાર્થીઓને પરિવારના મૂલ્યોનું મહત્વ સમજવા માટે સુંદર પ્રેરણા મળી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે યોગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ સવારે 7:00 વાગ્યે થયો હતો અને 9:30 વાગ્યા સુધી વિવિધ યોગાસનો તથા પ્રાણાયામનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમબદ્ધ માર્ગદર્શકના માર્ગદર્શન હેઠળ તાડાસન, વૃક્ષાસન, વજ્રાસન, ભુજંગાસન, ત્રિકોણાસન સહિતના વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા હતા. સાથે સાથે અનુલોમ-વિલોમ, કપાલભાતિ અને ભ્રામરી જેવા પ્રાણાયામનો પણ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન યોગનું આપણા શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર થતું સકારાત્મક પ્રભાવ સમજાવવામાં આવ્યો હતો. નિયમિત યોગ કરવાથી તંદુરસ્ત જીવનશૈલી વિકસે છે, એકાગ્રતા વધે છે, તણાવમાં ઘટાડો થાય છે તથા શરીર અને મન બંને સ્વસ્થ રહે છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગને પોતાના દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું અને સૌએ તેના માટે શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *