દેશભક્તિગીત સ્પર્ધા

ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. તેના એક ભાગરૂપે તા.13-08-2026 ને ગુરુવારના રોજ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દેશભક્તિ ગીતની રજૂઆત ખૂબ જ જુસ્સાપૂર્વક કરવામાં આવી હતી. દેશભક્તિ ગીતમાં તાલબધ્ધ અને ભાવસભર રજૂઆતથી બધા જ વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો જુવાળ જોવા મળતો હતો. કાર્યક્રમ નિહાળનાર વિદ્યાર્થીઓ પણ દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા. નિર્ણાયકશ્રી તરીકે શંકરભાઈ કંથારીયા હતા. જેઓએ નિષ્પક્ષ અને પારદર્શક નિરીક્ષકશ્રીનો નિષ્પક્ષ નિર્ણય સૌએ વધાવી લીધો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *