ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે 80 મો સ્વતંત્ર દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. શાળાના પટાંગણમાં મહેમાનશ્રીઓ ધ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મહેમાન પદે, કતારગામ વોર્ડ નં-7 નાં કોર્પોરેટર ઈશ્વરભાઈ નારોલા, જહાંગીરપુરા-વરીયાવનાં વોર્ડ નં-1 નાં કોર્પોરેટર શ્રીમતી ભાવીશાબેન પટેલ અને અનિલભાઈ જૈન, બાયસીકલ મેયર ઓફ સુરત ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા એક સરસ મજાની પરેડ કરવામાં આવી હતી. જેમાં શાળાની એન.સી.સી.ની વિદ્યાર્થીનીઓ, વિવિધ હાઉસના કેપ્ટન, વાઇસ કેપ્ટન જોડાયા હતા. ધ્વજવંદન કાર્યક્રમની સાથે સાથે નેશનલ અને ઈન્ટરનેશનલની જુદી-જુદી રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરેલ વિદ્યાર્થીઓ જેમનું સન્માન ગુજરાત સરકારે જુદા-જુદા એવોર્ડથી કર્યું છે જેમાં ગુજરાતના 30 વિદ્યાર્થીઓમાંથી ગજેરા વિદ્યાભવન કતારગામનાં 7 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં એકલવ્ય સિનીયર એવોર્ડ-2, સરદાર પટેલ સિનીયર એવોર્ડ-1, સરદાર પટેલ જુનિયર એવોર્ડ-3 અને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ-1 થી સન્માનીત કરવામાં આવ્યાં હતાં. તેમનું પણ શાળા ધ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજનાં આ સ્વતંત્ર દિવસની ઉજવણીમાં રાષ્ટ્રગાનની સાથે-સાથે રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે તેનું પણ ગાન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારત દેશમાં જયારે આ રાષ્ટ્રીય તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે આપણી શાળાનાં બાળકો ધ્વારા પણ હર ઘર કો ત્રિરંગાને સાકાર કરતાં ઘરે ઘરે ત્રિરંગા લહેરાવવામાં આવ્યાં હતાં અને શાળાનું પટાંગણ અને વર્ગખંડો પણ ખુબ જ સારી રીતે સુશોભિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઇ ગજેરાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓને અભિનંદન પાઠવ્યા હતાં. અને શાળાના કાર્યક્રમનો ઉત્સાહ વધાર્યો હતો.
