લોકગીત એટલે લોકોના હૃદયમાંથી સ્ફૂરેલું ગીત. લોકજીવનમાં જળવાયેલા અને લોકકંઠે સચવાયેલા ગીત. લોકગીત મૂળ તો લોકસમુદાય દ્વારા રચાતું હોય છે. તેથી એ જનસમૂહની મજિયારી મૂકી બની કંઠોપકંઠ વહેતું રહે છે. અને કાળક્રમે તેમાં ફેરફારો થતાં-થતાં નવા સંરક્ષણ ઝીલતું વહે છે પ્રવાહીતા તેને સજીવતા અર્પે છે. લોકગીત બેહુદા કંઠસ્થ અને ગેય સ્વરૂપે જીવતું હોય છે.
સામાન્ય રીતે ગુજરાત- સૌરાષ્ટ્રના લોકસંગીતમાં સારંગ, માઢ, પીલુ, કાફી, ધનાશ્રી, કેદાર, ભીમપલાસી, બિહાગ વગેરે શાસ્ત્રીય રાગોની છાયા દેખાય પરંતુ એ શાસ્ત્રીય રાગોના શુદ્ધ બંધારણ મુજબના તમામ સ્વરો લોકગીતમાં પ્રયોજતા નથી.
ગુજરાતમાં આજે લોકગીતની વર્તમાન પરિસ્થિતિ એ છે કે શહેરીકરણ, ઔદ્યોગીકરણ, પશ્ચિમીકરણ અને આધુનિકરણ તરફ સમગ્ર લોકસમુદાય આગળ વધી રહ્યો છે. એવા સમયે લોકગીતના બદલે ઘોંઘાટીયું, મનોરંજક, હલકું, ઉછાંછરૂ. લોકભોગ્ય સંગીત પરંપરિત રચનાઓને બદલે ફરમાશું કવિઓ દ્વારા લખાયેલાં જોડકણાની રજૂઆત, એકનાએક છંદ, દુહા, લોકગીતો અને ભજનની તદ્દન વિકૃત રજૂઆત થાય છે. લોકગીતોના મહત્વની જાળવણી કરવી તેમ જ લોકગીતોના અર્થોને બાળકો સારી રીતે જાણે, સમજે એ હેતુથી ગજેરા શાળામાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ માટે લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલુ તેમાં ઘણા ખરા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ આ સ્પર્ધાનો મુખ્ય હેતુ લોક સંસ્કૃતિની જાળવણી કરવી લોકગીતના વારસાને વિદ્યાર્થીઓ સમજે તેમજ તેમનું જતન કરે એ છે.