તા. ૧૧/૦૮/૨૬ ના રોજ સંસ્કૃત દિવસ નિમિત્તે ગીતા શ્લોકગાન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ સંસ્કૃત શ્લોકનું લયબધ્ધ ગાન કર્યું હતું.
વિદ્યાર્થીઓના ઉચ્ચાર, સ્વર અને આત્મવિશ્વાસથી સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું. દરેક સ્પર્ધકની રજૂઆતમાં મહેનત, નિયમિત અભ્યાસ અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. શ્લોકના શુધ્ધ ઉચ્ચારણ, લયબધ્ધગાન અને ભાવસભર રજૂઆત ધ્વારા સૌના હ્રદયને સ્પર્શી લીધા.
આ સ્પર્ધા માત્ર સ્પર્ધા જ નથી પરંતુ સંસ્કૃત ભાષા, સંસ્કાર અને ભારતીય પરંપરાની ઉજવણી બની રહી. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યેનો રસ અને આત્મવિશ્વાસ વધ્યો. નિર્ણાયકશ્રીઓએ સ્પર્ધાનું નિષ્પક્ષ અને પારદર્શક નિરીક્ષણ કરી ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓની પસંદગી કરી. નિર્ણાયકશ્રીઓના નિષ્પક્ષ અને પારદર્શક નિર્ણયને સૌએ વધાવી લીધો.