૮મી ઓગસ્ટએ ભારતના ઈતિહાસ માટે મહત્વનો દિવસ છે. ૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ મુંબઈમાં મહાત્મા ગાંધીએ અંગ્રેજ ભારત છોડો આંદોલન શરૂ કર્યું. આ દિવસને ‘ઓગસ્ટ ક્રાંતિ દિવસ’ કે ભારત છોડો આંદોલન દિન કહે છે. જેમાં ગાંધીજીએ ‘કરેંગે યા મરેંગે’ નો નારો આપ્યો હતો. શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ દિન નિમિત્તે વિશેષ ડીબેટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની તર્કશક્તિ વિકસાવવાનો, વાણી પર પ્રભુત્વ લાવવાનો અને વિવેચનાત્મક વિચારસરણી (ક્રિટિકલ થિંકિંગ) વિકસાવવાનો હતો, જેથી તેઓ કોઈપણ વિષયના સકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ તાર્કિક રીતે રજૂ કરી શકે. આ કાર્યક્રમમાં ૨૨ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તમામ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સ્પર્ધાઓ દરમિયાન સૌએ પોતાની વાકશક્તિનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમમાં જજ તરીકે શાળાના શિક્ષિકા શ્રીમતી સુમનબેન ઉપાધ્યાય રહ્યા હતા. આ ડીબેટમાં પ્રથમ નંબર ધો.૯નો વિદ્યાર્થી અંશુમન, દ્રિતીય નંબર ધો.૧૧ની વિદ્યાર્થીની ભૂત પ્રાથવી, તૃતીય નંબર રાદડિયા જશે મેળવ્યો હતો.